Posted by: સુરેશ | September 27, 2009

બેસતા કરી દીઘા!- ચીમન પટેલ ‘ચમન’

નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુએા વઘતો જાય છે આજે, ‘
સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
સ્ંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા!

‘લેક્સસ’ ને‘મરસીડીઝ’માં આમતેા ફરો છો તમે,
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે? ‘
ઇલેક્ટી્રક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા!

———————————————————–

- ચીમન પટેલ ‘ચમન

૧૯ સપ્ટે ’૦૯



Responses

  1. Nice and meaningful Gazal.
    Sapana

  2. દીવેલિયું મોઢું લઈને ઉઠ્યા હતા સવારના પહોરમાં.
    રમૂજી આ કાવ્ય વાંચી ખડખડાટ હસતા કરી દીધા.

  3. રમૂજી કાવ્ય વાંચી ખડખડાટ હસતા કરી દીધા.
    Nice, thanks for sharing.
    let us enjoy new age.

    Ramesh Patel(Aakashdeep)

  4. It truth – whole truth – nothing but truth my lord…!

  5. હસતાં – હસાવતાં આ ગઝલ એક કડવી વાસ્તિવકિતા કહી ગયોઃ વાચો આ બે શેર,

    ‘લેક્સસ’ ને‘મરસીડીઝ’માં આમતેા ફરો છો તમે,
    અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

    કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
    ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?

    ખરેખર, કાર લઈને ફરતો અને નેટ પર નકામી ગપસપ કરતો માણસ અવસર આવ્યે સમય નથી ફાળવી શકતો, કુંટુંબ માં કલેશ વધતો જાય છે, કુંટુંબ ના સભ્યો ની વાત તે સાંભળતો નથી-કાને ધરતો નથી, પણ ‘નેટ’ પર કલાકો સુધી ‘ચેટીંગ’અને ટાઈમ પાસ કરે છે.

  6. bahu saaru

  7. Excellent-Satire and humor in every Sher-
    Chimanbhai-Plz give us more-

  8. નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!

    ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?

    This fits for my household-

  9. બહુ જ સરસ

  10. આજના લોકોની માનસિકતા ઉપર તીક્ષ્ણ વ્યંગ અને કટાક્ષ ભરી પણ સાથે જ વાસ્ત્વિકતાથી ભરપૂર વાત કરી ! ધન્યવાદ ! ખૂબજ મજા આવી ! આવજો ફરી મળીશુ !
    સ-સ્નેહ
    અરવિંદ

  11. Good composition and might help to people to improve abit provided they wanted too!
    Keep it up! excellent job!

  12. Very nice gazal! Very refreshing and brings a lot of thoughts in this human age. We want more!!!

  13. Amerika avi ne pag valava na pamyo hu
    ‘chimanane ‘Chamanma’ mahalata kari didha

    You did a wonderful job. Happy Dushera
    http://www.pravinash.wordpress.com

  14. Very nice poem!
    Especially, the last stanza..
    It gives the “soury”, but “true” taste of our life.
    Keep it up, Uncle

  15. Shri Chimanbhai has given the true picture of how today’s technology has changed our lives. Great Job.

  16. I really enjoyed Chimanbhai’s one more Gazal. It reflects his life long experience and study of human nature in day to day life.The satire in his Gazal is eye opening and we nod our head in agreement as we also see it happening in the modern age in which we live today. Chimanbhai’s Gazal reminds our old satirist AKHO and his CHABKHAS on society of his time…Tilak karton trepan thayon, jap malana nakon gayon etc.etc. Chimanbhai keep it up and give us such more Gazals to enjoy.

  17. office ma betha betha kavita vachata kari didha Chaman ne thanks kehta kari didha.

  18. સુંદર વ્યંગ હાસ્ય સાથે વાસ્તવિકતા કહી દીધી અને ઘણી ગંભીર વાત પણ આ કાવ્યમાં કહી..છંદમાં હોત તો ગઝલ નહિ પણ હઝલ કહેવાત…
    http://leicestergurjari.wordpress.com/

  19. Lovely poem. Good Job mama.

  20. મજા આવી ગઇ….

  21. Bhai Suresh and Chimanbhai,

    It is time to put this in Hasyadarbar.
    How true!!!

    Rajendra Trivedi
    Editor Hasyadarbar


Leave a response

Your response:

Categories