કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for the 'નવોદીત' Category

કોઇ પણ નવોદિત વ્યક્તિની પોતાની ગુજરાતી રચના અહીં મુકવામાં આવશે.

યશવંતી ગુજરાત - રમેશ પટેલ(આકાશદીપ)

Posted by સુરેશ on May 1, 2008

ગુણીયલ ગુર્જર ગીરા અમારી, ગૌરવવંતા ગાન
સ્નેહ સમર્પણ શૌર્ય શાન્તીના દીધા અમને પાઠ
રાજવી સાક્ષર સંત મહાજન , ધરે રસવંતા થાળ
જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ

જનમ્યા ગુર્જર દેશ ,સંસ્કૃતીના ખીલ્યા છે ગુલદસ્ત
તવ રંગે સોડમે ખીલ્યાં, મઘમઘતાં માનવ પુશ્પ.
વીશ્વ પથ દર્શક ગાંધી ગરવો, ગુર્જર સપુત મહાન
ધન્ય ધન્ય ગુર્જરી માત ,તવ ચરણે મળ્યો અવતાર.

રમ્ય ડુંગરા સરીતા મલકે, ધરતી ઘણી રસાળ,
ગરબે ઝગમગે જીવન દીપ ને, જગત જનનીનો સાથ.
ધરતી મારી કુબેર ભંડારી,ભરશું પ્રગતી સોપાન
જય જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ.

રત્નાકર ગરજે ગુર્જર દ્વારે, કરે શૌર્ય લલકાર,
મૈયા નર્મદા પુનીતદર્શીની, ભરે અન્નભંડાર.
માત મહીસાગર મહીમાવંતી, તાપી તેજ પ્રતાપ
જય જય રસવંતી ગુજરાત,ધન્ય ધન્ય ગુર્જરી માત

પાવન તીર્થ ,તીર્થંકરની કરુણા,અર્પે જ્ઞાન અમાપ
અનુપમ તારી શાખ ઝગમગે,જાણે તારલીયાની ભાત
સહજાનંદ યોગેશ્વર વસે અંતરે,સુખદાતા મીરાં દાતાર
વહાલો વલ્લભ સરદાર, ગજવે ગગને જય સોમનાથ
ધન્ય ધન્ય ગુર્જરી માત , શોભે યશચંદ્ર તવ ભાલ

ભારતવર્શે પરમ પ્રકાશે, જાણે હસ્તી પર અંબાડી
સપ્ત સમંદર સવારી અમારી, દરીયાદીલ વીશ્વાસી
ધન્ય ધીંગી ધરા સલુણી, પુણ્ય પ્રતાપી રંગ
‘આકાશદીપ’ વંદે ગીરા ગુર્જરી છાયો પ્રેમ અનંત
તારે ચરણે નમીએ માત,આશીશ માગે તારાં બાળ
ધન્ય ધન્ય ગુર્જરી માત, શોભે યશચંદ્ર તવ ભાલ(૨)

રમેશ પટેલ (આકાશદીપ)

આજે ગુજરાત રાજ્યના સ્થાપનાદીને રમેશભાઈની આ ખમીરવંતી રચના પ્રગટ કરતાં અત્યંત આનંદ થાય છે.

Posted in 1, ગીત, રમેશ પટેલ | 9 Comments »

ચંદન સ્નેહ - રમેશ પટેલ(આકાશદીપ)

Posted by સુરેશ on April 14, 2008

નથી મીનારા, નથી ઝરુખા, નથી મેડી મેહલાત
નાના ખોરડે શોભે આંગણીયે આંગળીયારી ભાત.

પંખીના કલરવ કામણગારા, નાચે છાપરીએ મોર
લીલા પોપટડા પારેવા સંગ ઝીલે કોયલ કલશોર.

રાત ઢળે ને ઢળે ઢોલીયા,હરખે આભલે રમતા તારા,
પડવો પાંચમ ગણતાં ગણતાં,થાયે પુનમના અજવાળાં.

વહેલી પરોઢે, સુરના તાલે, પ્રભાતીયાં મીંઠાં ગુંજે,
કુદરતના ખોળે રમતાં ભમતાં સ્નેહ બંધને ઝુલે.

ભોળા દીલનાં ભોળાં માનવી, ભોળી ભોળી રીતો,
નદીના તટે મેળામાં મ્હાલે જીવનભરની પ્રીતો.

હરતાં ફરતાં વાટે વીચરતાં,નયનોમાં વરસે મેહ,
છાનાં છપનાં મલકી મલકી, અંતરમાં ઝીલે સ્નેહ.

ઉશાના રંગે સલુણી સંધ્યાએ, કોઈ શમણામાં રમતું,
પ્રીતના પાનેતર ઓઢી હોંશે કંકુ પગલે પધારતું.

છલકાવી સાચો સ્નેહ સાગરશો, કુંદન જેમ રે તપીયાં
લોહીની સગાઈથી સવાયાં થઈ આયખે રે ઘોળાયાં.

એકબીજા સંગ પ્રેમ પરમશ્વરે, દીધા મન મોટપ સથવારા
દીધા દાતાએ રોટલા ઓટલા, ને સાચા સુખના ઝબકારા.

જીવન પતંગ ઝુલાવ્યો, લોટાવ્યો, અનંત અધ્ધર આભે
આયખે ઘસી ચંદન સ્નેહને જઈ ચમકાવ્યો ચાંદે.

- રમેશ પટેલ (આકાશદીપ)

Posted in 1, ગીત, રમેશ પટેલ | 3 Comments »

તરસ - જયેશ ઉપાધ્યાય

Posted by સુરેશ on April 13, 2008

એક ચાંગળુ આપણો સમય
ને જીદંગી બેહીસાબ તરસ.

યાદોં,  સ્મૃતી, અતીત સાવ નકામું
ફાટેલી આંખોમાં ખ્વાબ તરસ.

તને મોકલી અનરાધાર હેલી
ને આવે તારો જવાબ તરસ.

જીવાતા શ્વાસોનો આ દબદબો
ને આપણો અસબાબ તરસ.

- જયેશ ઉપાધ્યાય

Posted in ગઝલ, જયેશ ઉપાધ્યાય | No Comments »

હેલે ચઢી તમારી યાદ - રમેશ પટેલ(આકાશદીપ)

Posted by સુરેશ on March 31, 2008

હેલે ચઢી તમારી યાદ

સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને ,
હેલે ચઢી તમારી યાદ
ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,
મનમાં ટહુક્યા તમારા સાદ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ.

કલબલ કલબલ શોરમાં ઝુલ્યા અમે
લઈ દીલડામાં વાસંતી ફાગ
રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,
ઉરે છેડ્યા બંસરીના વ્હાલ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ

ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા
ને તનમનમાં તરવરીયા તોફાન
સજી શણગાર હું ઝાંખું ઝરુખાએ
ટમટમે દીવડાઓ ચારે રે દ્વાર
કે સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ

રંગીલી રંગોળીથી શોભે આંગણીયાં ને,
મલકે મુખલડે મધુરી આશ
ગાશું રે ગીત હીંચીહીંચી ને
આભલે ઉડાડશું આજે ઉજાશ
કે સાજન મારા,આજ હેલે ચઢી તમારી યાદ.

-   રમેશ પટેલ(આકાશદીપ)

Posted in ગીત, રમેશ પટેલ | 2 Comments »

પુનમ વૈશાખની - રમેશ પટેલ(આકાશદીપ)

Posted by સુરેશ on March 30, 2008

ગુફા મધ્યે નીરખી રહ્યો, સૌમ્ય મુર્તી બુધ્ધની
આડે પડખે જમણે અંગે, પરમ શાન્તી પમાડતી.

પંદરસો વર્શ પુર્વે, હશે કેવી આ ધન્ય ઘડી
વધાવે જન્મ વૈશાખી પુનમ,મહામયી! તું ભાવ ધરી.

ચાંદની ખુદ શાતા ઝીલે,પ્રક્રુતી દીસે સુખદાયીની
પુર્ણ રુપે વૈશાખી ખીલી, પુર્ણ સંગ બ્રહ્માંડે રમી.

ત્યાગી ગૃહ તપી ભમી, પુનીત પીપળે આંખો ઢળી
શીતલ વાયુ સુગંધ ઢોળે,પ્રસન્ન ફરી પુનમ વૈશાખની.

અનંત સુખ રમે મુખે, અનંતો દર્શનના સત્યો લાધી
અનેરી ત્રુપ્તી,વનકન્યા સુજાતા,ધરે ખીર ભાવે હસી.

સંઘ વીહારથી ઉઠી લહર , બુધ્ધત્વના પંથે દોરે જગત
અહીંસા પ્રેમથી રંગો જીવન, શીલ્પી કોતરે અમ્રુત વચન.

કુશીનારાનો ચંદ લુહાર, ધરે અંતીમ ભીક્ષા ભગવંતને
ધન્ય વૈશાખી પુનમ, એંશી વર્શ, દેવે દીધાં સુખ જગતને.

સુણો અંતીમ બોધ, ”આત્મ દીપ થાવ” બોલી મીંચ્યા નયન
વરતે જગે આણ ચક્રવર્તી, ‘આકાશદીપ’ ભાવે વંદે ચરણ.

ગાઉ મહીમા કોનો વધારે, વંદનીય વૈશાખી પુનમ
ના વીસરશું તારા ભાવ દર્શન શીલ્પી, કંડાર્યા પ્રભુનાં શયન

રમેશ પટેલ(આકાશદીપ)

Posted in ગીત, રમેશ પટેલ | 5 Comments »

પ્રેમ રસ - રમેશ પટેલ (આકાશદીપ)

Posted by સુરેશ on March 28, 2008

પરમ પ્રેમ પ્રગટ્યો પાતાળથી
પ્રભુ દરબારે પુશ્પે પમરાવી સુગંધ
ચાંદનીએ વરસાવ્યા વહાલ ગગનથી
ને શાન્ત સાગરે ઘુઘવ્યા ઉમંગગાયે કોમળ કુંપળો રે, ગીત
જુઓ મારા પગલે પધારે વસંત
શર્મીલા કોડે રુમઝુમે કળી
સંકોરવા રંગભર્યા ઉરે સંદેશ.

પંખીઓની વ્યોમે હાલી વણઝાર
ભરતી કુદરતના ખોળે સંગીત
ઉતર્યા સુંદર સરોવરને તીર
સારસ સારસી શીખવે અનોખી રે, પ્રીત

કોયલનો ગુંજે ટહુકો વનરાવને
ફાગણના ફાગે ડોલ્યાં રે, મન
પ્રેમ રસે ઝબોળ્યા ઝુરતા અંતર
ને પ્રેમપાશે હીંચોળે મદમાતો પવન

રમેશ પટેલ (આકાશદીપ)

Posted in ગીત, રમેશ પટેલ | 2 Comments »

રંગરાગ - ચીમન પટેલ ‘ચમન’

Posted by સુરેશ on March 21, 2008

આજ
ધુળની જેમ
ઉડી રહી રંગની છોળો
એકલવાયા
મારા મનને
શીદ આવી ઢંઢોળો ?

રંગ ઘોળ્યો, દીલડું ડહોળી
ભરી પીચકારી એમાં બોળી.
પણ-
રમવી કોની સંગમાં હોળી ?

આજ તો,
મારેય છે રંગા’વું,
પીચકારીએ છે છંટા’વું
સંગે રમી
રંગે રમી
દીલડું મારેય છે બહેલા’વું !

ઉરના કો એકાંતે
આવી ‘એ’ લઈ પીચકારી
રંગી દીઘો
ભીંજવી દીઘો
મને એના કસુંબલ રંગથી !

ત્યારથી-
એ રંગરાગમાં
એની સંગમાં
આજ લગી રંગાયેલ છું !!

- ચીમન પટેલ ‘ચમન’

Posted in અછાંદસ, ચીમન પટેલ ‘ચમન’ | 5 Comments »

વધામણી વસંતની - રમેશ પટેલ (આકાશદીપ)

Posted by સુરેશ on March 18, 2008

નીહાળી ઉપવને પાનખરમાં વ્રુક્ષોની દશા પામું વ્યથા
વદે વ્રુક્ષ દેવતા,તપસ્યાના ફળ મળે ધીરજથી ભલા.

સમયના વહેણ તો વહેશે સદા નીજ રંગમાં
નીરખો તમે મલકી રહી કેવી કુંપળો રાગમાં.

મલકતી તામ્રવર્ણી પાંદડીઓ ફરફરી કહી રહી મને,
દાતા તો દીધ્યા કરશે , તું ખુદ થા સાબદા.

આવતા સપ્તાહે અમે નીમંત્ર્યા છે વનમીત્રોને,
છાબડીઓ છલકતા રંગો થકી જોજો વધામણી વસંતની

ખીલી સ્રુશ્ટી સુમન થકી દેતી સંદેશ મ્હેંકાવતી,
દેખ કૌવત કેવી પલટાવી પાનખરને અમે વસંતમાં.

ભાગ્યશાળી છો તરુઓ તમે પૃથ્વીરજ સમ મીત્રથી
સીંચે અમી તુજને રળવા સરપાવ સદા વસંતના

 ‘આકાશદીપ’  વદે વાહ કુદરત! તારા કરીશ્મા છે
અકળ સખા દેજે સર્વને , આ ગુણીઅલ ધુળ સમા.

-   રમેશ પટેલ  (આકાશદીપ)

Posted in ગીત, રમેશ પટેલ | 4 Comments »

સાથ લઈને બેઠો છું - રાજેન્દ્ર ત્રીવેદી

Posted by સુરેશ on March 16, 2008

શબ્દોનો આ કોશ લઈને ખાલી ખાલી બેઠો છું.
ભાશાની ભરમાળ નીરખવા, અમથો આમ જ બેઠો છું.

ભાશાની ભરમાળ મહીં હું ગીતો, ગઝલો પેશ કરું છું.
નીસ્પ્રુહ બનવાની વાતો સૌ વાગોળીને બેઠો છું. 

તર્ક, વીતર્ક, કોઇ કારણ વીણ હું નીજાનંદને માણું છું.
શરુઆત છે સમાધીની, આ શ્વાસ - પ્રાણમાં બેઠો છું. 

પ્રભુ પ્રાર્થના પ્રાણ છે મારો, તુજ ઈમેલમાં જાન છે મારો,
જુગલ, દીનેશ,  સુરેશ સહુને સાથે રાખી બેઠો છું. 

શુઁ કહું, નીશ દીન આપ સહુનો સાથ હમેશાં ચાહું છું
પ્રેમ, પ્રભુ ને રાજ, ગીતાનો સાથ લઈને બેઠો છું.

-  માર્ચ ૧૪ ૨૦૦૮, બોસ્ટન , રાજેન્દ્ર ત્રીવેદી

Posted in ગઝલ, રાજેન્દ્ર ત્રીવેદી | 7 Comments »

પાઈ ડે - પ્રજ્ઞા વ્યાસ

Posted by સુરેશ on March 14, 2008

હબલે  વીશ્વને  પ્રસરતું  જોયું.
વોટસન અને ક્રીકે જીવની શરુઆત જોઈ.
આઈન્સટાઈને રીલેટીવીટી સમજાવી.
અને સર્જનોએ હ્રદયનું આરોપણ કર્યું

અને બધી થીયરી ભેગી કરી,
એક મસ મોટી થીયરી બનાવી,
બધા ગણીત શાસ્ત્રીઓને ભેગા કરી
પાઈનો અંતનો આંકડો તો શોધો!

- પ્રજ્ઞા વ્યાસ

આજે પાઈ - ડે , 14 માર્ચના રોજ વીજ્ઞાની કવયીત્રી પ્રજ્ઞાબેનની રચના અહીં પ્રથમ વાર  પ્રગટ કરતાં આનંદ અનુભવું છું.

p

Posted in પ્રજ્ઞા વ્યાસ, મુકતક | No Comments »