દોસ્ત - ચારુલતા અનાજવાલા
Posted by સુરેશ on May 4, 2007
પાંદડી થઇ પુશ્પની, વીકસી તો જો.
ને માસુમ ડાળ પર વીલસી તો જો.
માનવના આયખાને પામનારા દોસ્ત!
નીતનવા ખોળીયામાં શ્વસી તો જો.
પાંખ થઇ પંખીની, પ્રસરી તો જો.
ને ગગનની ગરીમાને ગ્રસી તો જો.
શબ્દોની શમશેર પામનારા દોસ્ત!
કાગળ પર ધાર એની ઘસી તો જો.
મેહુલો થઇ મનથી વરસી તો જો.
ને સાગરને પામવા તલસી તો જો.
રોમરોમ અનુભુતી પામનારા દોસ્ત!
શાહીને સંવેદનાથી સ્પર્શી તો જો.
- ચારુલતા અનાજવાલા
ચારુલતાબેન! તમારી પાસે આ સમજવાની સંવેદના છે. એને આમ વહેંચતા રહેજો. આ તમારા જેવા સૌ સંવેદનશીલોનું મુખપત્ર છે.
તમે લખવા, મને ગમતી જોડણી અપનાવી તે મને ગમ્યું. નવી પેઢીની આ જરુરીયાતને તમે અપનાવી તે માટે આભાર.
Posted in ચારુલતા અનાજવાલા | 8 Comments »