કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for the 'ચીમન પટેલ ‘ચમન’' Category


રંગરાગ - ચીમન પટેલ ‘ચમન’

Posted by સુરેશ on March 21, 2008

આજ
ધુળની જેમ
ઉડી રહી રંગની છોળો
એકલવાયા
મારા મનને
શીદ આવી ઢંઢોળો ?

રંગ ઘોળ્યો, દીલડું ડહોળી
ભરી પીચકારી એમાં બોળી.
પણ-
રમવી કોની સંગમાં હોળી ?

આજ તો,
મારેય છે રંગા’વું,
પીચકારીએ છે છંટા’વું
સંગે રમી
રંગે રમી
દીલડું મારેય છે બહેલા’વું !

ઉરના કો એકાંતે
આવી ‘એ’ લઈ પીચકારી
રંગી દીઘો
ભીંજવી દીઘો
મને એના કસુંબલ રંગથી !

ત્યારથી-
એ રંગરાગમાં
એની સંગમાં
આજ લગી રંગાયેલ છું !!

- ચીમન પટેલ ‘ચમન’

Posted in અછાંદસ, ચીમન પટેલ ‘ચમન’ | 5 Comments »

વેલેન્ટાઇન - ચીમન પટેલ ‘ચમન’

Posted by સુરેશ on February 15, 2008

વેલેન્ટાઇન આવે વર્ષે એક વાર,

ગોપીઓએ ઉજવ્યા બારે બાર માસ!

 

ચીમન પટેલ ચમન

Posted in અછાંદસ, ચીમન પટેલ ‘ચમન’ | No Comments »

હાઈકુ- ચીમન પટેલ ‘ચમન’

Posted by સુરેશ on January 22, 2008

લાઈટો લાસ-
વેગાસની, રાતને
ગળી જાય છે!

—————————– 

હથીયાર જો
લો, તો લો અહીંસાનું;
નહીં હીંસાનું !

—————————– 

દીવો આપે છે
સૌને એનો પ્રકાશ;
રાખી અંધારું !

—————————– 

સુર્યં આપે છે
જગને એવી શક્તી
પોતે બળીને!

—————————– 

રસ્તે મળતા
મીત્રો બધા મલકે
દીલથી નહીં !

—————————– 

પીયર ગઈ
પત્ની, ભોજન સ્વાદ
ગયો એ સાથે !

—————————– 

સુખ-દુખના
આંસુઓને અલગ
રંગ મળે તો ?

—————————– 

સ્વજન ગયા
પછી સમજાય છે
સાચી સગાઈ !

—————————– 

‘સુનામી’ પછી,
સમજાયો સહુને
પાણી-પ્રકોપ !

—————————– 

વાતો કે’નારા
ખુબ, સાંભળનારા
બહુ જ ઓછા!

—————————– 

પૂજારી પુણ્ય
ભેગું કરે રાત-દી;
આરતી કરી !

Posted in ચીમન પટેલ ‘ચમન’, હાઈકુ | No Comments »