મીત્રતા - પીન્કી પાઠક
Posted by સુરેશ on August 5, 2007
સ્નેહના સરવાળા, બુરાઈની બાદબાકી,
ગુણોના ગુણાકાર, ભ્રમનો ભાગાકાર,
- એ જ મીત્રતા
- પીન્કી પાઠક
Posted in અછાંદસ, પીન્કી પાઠક | 4 Comments »
Posted by સુરેશ on August 5, 2007
સ્નેહના સરવાળા, બુરાઈની બાદબાકી,
ગુણોના ગુણાકાર, ભ્રમનો ભાગાકાર,
- એ જ મીત્રતા
- પીન્કી પાઠક
Posted in અછાંદસ, પીન્કી પાઠક | 4 Comments »
Posted by સુરેશ on August 3, 2007
વરસે અનરાધાર,
કોરુંધાકોર દીલ-
આજ ભીંજાયું ને,
સર્જાયું મેઘધનુશ્ય.
- પીન્કી પાઠક
Posted in અછાંદસ, પીન્કી પાઠક | 1 Comment »
Posted by સુરેશ on August 2, 2007
સુર્યોદયથી સુર્યાસ્ત સુધી હાંફતી આ જીંદગી
કદીક મધ્યાહ્ને શ્વાસ લેવા મથતી આ જીંદગી
વસંતમાં વૈશાખી વાયરે બળબળતી આ જીંદગી
કદીક પાનખરે વસંત જેમ પાંગરતી આ જીંદગી
શબ્દોની આંટીઘુંટીમાં શોરબકોર કરતી આ જીંદગી
કદીક ગુલમહોરની ડાળીએ ટહુકતી આ જીંદગી
મુશળધાર વરસાદે ભીંજાતી, તરસી આ જીંદગી
કદીક મ્રુગજળે પ્યાસ બુઝવતી આ જીંદગી
કીનારે આવી મોજાં જેમ અટવાતી આ જીંદગી
કદીક મઝધારે મંઝીલને શોધતી આ જીંદગી
જીંદગી અને મોત વચ્ચે ઝઝુમતી આ જીંદગી
અંતીમ શ્વાસે જીંદગીને પામતી આ જીંદગી
- પીન્કી પાઠક
Posted in ગઝલ, પીન્કી પાઠક | No Comments »
Posted by સુરેશ on July 31, 2007
ના સરીતાનો કોઇ આરો,
કોરો ને કોરો કીનારો.
- પીન્કી પાઠક
Posted in અછાંદસ, પીન્કી પાઠક | 1 Comment »
Posted by સુરેશ on July 30, 2007
સ્મૃતીપુશ્પો ખીલી ઉઠયાં,
કંટક જેવું ખુંચે શું ?
- પીન્કી પાઠક
Posted in અછાંદસ, પીન્કી પાઠક | No Comments »
Posted by સુરેશ on July 22, 2007
સાવ સન્નાટો અને છવાઇ રહેતી તારી યાદ,
થઇ ગઈ ચુપ, બસ જીંદગીના કોલાહલમાં….
અચાનક આજે,
લ્હેરાઈ હવાની તાજગી અને સ્પર્શી તારી યાદ.
વસંતની કળીએ કળીએ મ્હેંકતી હતી,
પાનખરમાં કુંપળે કુંપળે ફુટતી હતી,
વરસાદના ટીપે ટીપે વરસતી હતી,
મેઘધનુષ્યના રંગે રંગમાં નીખરતી હતી,
પણ થઇ ગયેલી ચુપ, બસ જીંદગીના કોલાહલમાં…..
ભીતર ઉભરાતી લાગણીઓથી ડરતું આ દીલ,
પંખીની પાંખના ફડફડાટમાં ફફડતું આ દીલ,
આજે પાડી ઉઠયું કારમી ચીસો.
અને,
પર્વત ચીરીને ફુટી નીકળતા ઝરણાની જેમ,
વહેવા લાગી તારી યાદ.
- પીન્કી પાઠક
દીર્ઘ લગ્નજીવનમાં સુકાયેલો પ્રેમ ફરીથી પાંગરે તેનો ભાવ વ્યક્ત કરતી મધુર રચના …
Posted in અછાંદસ, પીન્કી પાઠક | 10 Comments »