કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for the 'શાંગ્રીલા પંડ્યા' Category


જીવન - શાંગ્રીલા પંડ્યા

Posted by સુરેશ on August 26, 2007

જીવન છે સંગ્રામ
પળો છે હારજીતની.

કરે ય આશ નિરાશ
ને લાવે ચડતી પડતી.

સાથે સુખદુખ લાવે
પળો યે હસતી રડતી. 

જીવન છે સંગ્રામ  
અરે! મારા તારાનો

ભેદ કરાવે દુર સ્વજનને
અંતરમાં કડવાશ જગાવે.

સુખદુખમાં જે વીર ટકે તે
સાચું  જીવન જીવી જાણે.

- શાંગ્રીલા પંડ્યા

Posted in અછાંદસ, શાંગ્રીલા પંડ્યા | 1 Comment »

કાં? - શાંગ્રીલા પંડ્યા

Posted by સુરેશ on June 5, 2007

ઘણીવાર મનમાં મને એમ થાતું ,
મળેલું સરે છે સતત હાથથી કાં ?

રહ્યો શોધતો રાહ એ સર્વ કાળે,
મુસાફર જવાંમર્દ અટકી ગયો કાં ?

મધુકર મલપતો મધુ રસ પીવાને
મહીં ફુલની એ બીડાતો રહ્યો કાં ?

રણે દોડતાં એ પાગલ હરણ સૌ
જળો ઝાંઝવા જોઇ ભરમાય છે કાં ?

ભટકતો ફરે માનવી સુખની શોધે,
આ ભારા દુખોના એ વેઢારતો કાં?

સીતારો સજી રેલવા સો સુરોને.
તુટ્યા તાર દીલના અરે! માનવી કાં ?

શાંગ્રીલા પંડ્યા

Posted in ગઝલ, શાંગ્રીલા પંડ્યા | No Comments »

ચાંદની - શાંગ્રીલા પંડ્યા

Posted by સુરેશ on May 23, 2007

આભથી અવની પર અવતરતી
સ્વર્ગની જાણે અપ્સરા.

શ્વેત શણગાર સજતી
સાળુડો ફરકાવતી
શીતળ વાયુના સ્પર્શથી
રોમરોમ પુલકીત કરતી
સૌંદર્યની મહારાણી.

મોહક રુપ ધરતી
મખમલી ચાદર ઓઢતી
ધરતીના રુપને રેલાવતી
અવનીની અતીથી બનતી
મોહક મહેંક મહેંકાવતી
જાણે કો’ વાસકસજ્જા.

-   શાંગ્રીલા પંડ્યા

Posted in અછાંદસ, શાંગ્રીલા પંડ્યા | 1 Comment »

જીવનસંધ્યાએ - શાંગ્રીલા પંડ્યા

Posted by સુરેશ on May 13, 2007

જીવનનો કસોટીકાળ પુરો થયો.
આળપંપાળનો સમય આવી રહ્યો.

નયનો સમાધાનકારી બની રહ્યા.
જીવનનું હાર્દ સમજાઈ ગયું.

વડીલોના આશીશે જીવન ધન્ય બની રહ્યું.
એકમેક્ના સાથમાં સમય વહી ગયો.

સ્નેહ નીતરતા નયનોએ ત્રુપ્ત જાણે કરી દીધાં.
અરસપરસની ઓથમાં જીવનઅમ્રુત પીવાઈ ગયું.

- શાંગ્રીલા પંડ્યા

ભાવ સરસ છે, પણ જુગલકીશોરભાઇ ! આને ગદ્યકાવ્ય કહીશું?

Posted in શાંગ્રીલા પંડ્યા | 4 Comments »

વાટ જોતાં - શાંગ્રીલા પંડ્યા

Posted by સુરેશ on May 10, 2007

તારી વાટ જોતાં જોતાં,
મારી આંખલડી તરસી.

છુટ્યા પછીનો સાથ તારો,
જીવમાં જીવ પરોવે.

નેન ઝંખે મેળાપ તારો,
નેનમાં નેહ વરસે.

પ્રેમીપંખીડાઓનો સાથ તારો,
પ્રેમઝડી વરસાવે.

ફરી મળવાનો સંદેશ તારો,
જીવીને અમર બનાવે.

શાંગ્રીલા પંડ્યા

Posted in શાંગ્રીલા પંડ્યા | 2 Comments »

એકરાર - શાંગ્રીલા પંડ્યા, Shangrila Pandya

Posted by સુરેશ on May 7, 2007

હજી તો મળવાની શરૂઆત થઇ છે.
ઘણું સમજવાનુ બાકી છે.

હૈયાની ઉર્મીઓને વહેવા દો.
પ્રેમ પારાવારમાં ના’વા દો.

નજર નજરથી મળવા દો.
અન્તરની ઉર્મીઓને ટકરાવા દો.

સમયના વ્હેણ સાથે જીવવા દો.
પ્રેમની કદર એક્મેક્ને થાવા દો.

પ્રેમની કબુલાતનો સમય આવવા દો.
પ્રેમનો એકરાર થાવા દો.

- શાંગ્રીલા પંડ્યા

બાલુભાઇ પટેલની ગઝલ યાદ આવી ગઇ.

“  ચાલ મળીએ કોઇ પણ કારણ વીના. ”

Posted in શાંગ્રીલા પંડ્યા | 2 Comments »