કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for the 'પ્રકીર્ણ' Category


મને ગમેલી એક કોમેન્ટ

Posted by સુરેશ on July 18, 2007

પર-વાનગીનો સવાદ તો મીઠો લાગ્યો,
પણ સ્વ-વાનગી જેવો નઇ હોં દાદા.

આપણે ગુજરાતીમાં એક કહેવત છેઃ
‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે’.

આ બતાવે છે કે જે પોતે ઊંઝામાં નથી લખતા એવા જીવન સંધ્યાએ બેઠેલા લોકોને પણ પ્રસિદ્ધિનો કેટલો મોહ હોય છે!

——————————————————————————————————–

          કોઇ ‘સ્વ-વાનગી’  જેવા સાવ નવા નક્કોર નામ ધરાવનાર મહાન વાચકે ‘આ’ દાદાને આવી કોમેન્ટ કરી.  મને આ કોમેન્ટ ગમી. જો મને તેમની સ્વ-વાનગી મારા ઇમેલ સરનામે મોકલશે તો ઉંઝા જોડણીમાં તેમની રચના મઠારીને જરુર પ્રસીધ્ધ કરીશ, અને તેમનો પ્રસીધ્ધીનો મોહ જરુર સંતોશીશ. 

મારી સ્વ -વાનગી માણવી હોય તો આ જ બ્લોગ ઉપર વાંચી શકે છે -

મારી કવીતાઓ

           અને ‘સ્વ-વાનગી’ ની જાણ સારુ ……………….    જીવનસંધ્યાએ બેઠેલા અને 2006ની સાલમાં સાહીત્ય અકાદમીનો  પુરસ્કાર મેળવનાર  પરમ પુજ્ય રતીલાલ ‘અનીલ’ જીના જીવન  વીશે વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

           જ્યારે ગઝલ એ બહુ જ હીન કક્ષાનું સાહીત્ય ગણાતું હતું; ત્યારે માત્ર બે જ ચોપડી ભણેલા, પણ સાવ સાચ્ચા અને જેને માણસ કહી શકાય તેવા આ માણસે તન તોડીને ગઝલની માવજત કરવાનું પાયાનું કામ કરેલું છે, તે આપણે ન ભુલીએ.  ગુજરાતની આવી વીભુતીને સર્વ નેટ જગતના બ્લોગરો વતી શત શત પ્રણામ.

Posted in પ્રકીર્ણ | Comments Off

યાદને સલામ

Posted by સુરેશ on May 3, 2007

પ્રથમ કવીતા જ્યાં પ્રગટી, તે ચોરો બહુ યાદ આવે છે.
હુંફભરી તે બીરાદરીની, મધુર ક્ષણો યાદ આવે છે.

શનીવારી સાંજોની સંગત, રંગત બહુ યાદ આવે છે.
‘છ’ થી ‘આઠ’ ની દીલધડકનની મધુરી યાદો આવે છે.

નીજાનંદમાં સરજાતી, નીત નવી ગઝલ યાદ આવે છે.
અંતરથી ઉભરાતા ટહુકા, ‘વાહ’ના સૌ યાદ આવે છે.

નીર્વ્યાજ હેત, ને બાલસુલભ એ બીરાદરી યાદ આવે છે.
વીખરાતાં પણ મઘમઘતી, એ મહેંક હજુ યાદ આવે છે.

તરન્નુમથી લહેરાતા એ ‘કુમાર’* પણ યાદ આવે છે.
બુલંદીથી એ ગાજી ઉઠતા ‘ગુલામ’*ની યાદ આવે છે.

તાજગીથી છલકાતી તોફાની ‘શૈલી’* યાદ આવે છે.
મોહકતાથી પથરાતા, એ ‘પ્રફુલ દવે ’* યાદ આવે છે.

વત્સલતાથી ઉભરાતા, ‘બળદેવ દાદા ’* યાદ આવે છે.
અને અનામી, પણ જાણીતા સૌ ચહેરાઓ યાદ આવે છે.
——–
ક્યાં છે એ માતૃભાશાની, મધુર અને મોહક સરગમ?
ક્યાં આ, બરછટ , અગ્રેજીની કર્કશ આ સૌ પટપટ?

ક્યાં એ ધુળભરેલો, ભીંસતો, દેશી માનવ-મહેરામણ?
ને ક્યાં આ, ચમકીલા, પણ વેરાન ભુમીના અફાટ રણ?
——-
સલામ વતન! સલામ ઓ ચોરા!
સલામ હે! મારા કવી બંધુ!
સલામ હે! ગઝલોની બંદીશ!
સલામ હે! યાદોના સીંધુ!

ફેબ્રુઆરી – 2005

*  એમ.જે. લાયબ્રેરી, અમદાવાદમાં દર શનીવારે ભરાતા સાહીત્ય-ચોરામાં નીયમીત ભાગ લેતા મીત્રો…

         જીવનના અમુક પ્રસંગો સ્મરણપટમાં પથ્થરમાં લકીરની જેમ કોરાઇ જતા હોય છે. આ કવીતા એ પ્રકારના મારા એક જીવનપ્રસંગનું સુખદ સંભારણું છે.  

          હું પહેલી જ વાર ઉપરોક્ત સાહીત્યચોરામાં ગયો ત્યારે  ત્યાં 20-22 ભાઇ બહેનો પોતાની કવીતાઓ વાંચવા ભેગા થયા હતા. આવી ત્રણેક સભાઓમાં મેં હાજરી આપી. જ્યારે મારો વારો આવે ત્યારે હું  જાણીતા કોઇ કવીની, મને ગમતી રચના વાંચતો. પણ મને હંમેશ લઘુતા રહેતી કે આમાં મારું પ્રદાન શું? કો’ક ક્ષણે સવારના વહેલા ઉઠ્યો ત્યારે આ ભાવ પ્રદીપ્ત હતો. અને એ વખતે મારી થોડી વધારે જાણીતી કવીતા ‘  ચાર વર્શના ડોસાજી ’  આ ચોરા માટે લખાઇ ગઇ. ત્યાં વાંચી અને વખણાઇ. આ પહેલાં પણ મેં કવીતાઓ ક્યારેક લખી હતી, પણ આ કવીતા લખાયા અને જાહેરમાં વંચાયા બાદ મારો આત્મવીશ્વાસ વધ્યો અને હું વધુ કવીતાઓ લખવા પ્રેરાયો. આથી આ મારી ‘સીગ્નેચર કવીતા’ છે, એમ કહું તો તે યોગ્ય જ છે.

       પાછો આવ્યો ત્યારે ચોરામીત્રો માટે ભાવની  ભરતી ઉપડી, અને આ ‘ યાદને સલામ ‘ લખાઇ.  હવે આ અભીવાદનને ચોરામાં શી રીતે વંચાવવું? કોઇ મીત્રના સરનામાં તો હતા જ નહીં, સીવાય કે,  પ્રફુલ્લભાઇ દવે  નું  વીઝીટીંગ કાર્ડ. તેમની સાથે અંગત કોઇ જ પરીચય નહીં.  હીમ્મત કરીને તેમને કાગળ લખ્યો, અને આ કવીતા ચોરામાં વાંચવાની તેમને વીનંતી કરી.

     બે ત્રણ મહીના પછી પ્રફુલ્લભાઇનો પ્રેમથી નીતરતો પત્ર મળ્યો. મારી કવીતા તેમણે મારા વતી વાંચી હતી તેમ જણાવ્યું અને મને બહુ જ ગમેલી તેમની એક ગઝલ ‘ હું ‘  પણ તેમણે મને લખી મોકલી.

    તે ક્ષણથી અમે પત્રમીત્રો બન્યા. આજે તેમની જીવનઝાંખી   અમે પ્રસીધ્ધ કરી રહ્યા છીએ, ત્યારે આ ભાવની ભરતી ફરીથી ઉપડી છે. તેમનો પ્રસીધ્ધ થયેલો પહેલો કાવ્યસંગ્રહ ‘ પડઘાતું મૌન’ મારી સામે પડ્યો છે. તેમાંની થોડીક કવીતાઓ અમે સૌ સારસ્વત પરીચય ટોળીના મીત્રો આ જ ક્ષણે પ્રસીધ્ધ કરી રહ્યા છીએ.

    અમારી નાની, ટુંકી, બહુ દુરીની પણ મધુરી મૈત્રીને આ પ્રયત્ન સમર્પીત છે.

Posted in પ્રકીર્ણ | 2 Comments »

ઓફીસ -2007

Posted by સુરેશ on February 26, 2007

       ઓફીસ - 2007 વાપરીને આ પોસ્ટ બનાવી છે. તમને જાણીને આનંદ થશે કે હવે વર્ડમાંથી જ લોગ ઇન કરીને પોસ્ટ પ્રકાશિત કરી શકાય છે. અને તે પણ વર્ડના ઘણા બધા ફોર્મેટ વાપરીને !!

Posted in પ્રકીર્ણ | 2 Comments »

Band that is grand - Jay Jani

Posted by સુરેશ on February 3, 2007

Kids playing instruments, it is fun.
They are doing actions, they’re having a run.

Playing music sweetly sweet, sweet,
They sure know, using dancing dance dance.

The birds go tweety tweet tweet ,
The animals follow them around
In the lovely camp ground.

All are dancing about the fancy and the dancy,
Singing “Pull out, pull out the boat,
Out of the ground.”

- Jay Jani

Jay is my daughter Rucha’s son - 7 years old and a second grader. Seeing me write poems, he too wanted to on his own, without prompting. And lo!  this is his first creation.

This is a deviation from my policy of writing in Gujrati here. I hope your responses will encourage him to write further. Please give your comments in English, so that he can read them himself.

Posted in જય- Jay, પ્રકીર્ણ | 17 Comments »

શબ્દ-રમત

Posted by સુરેશ on November 24, 2006

         અંગ્રેજીમાં શબ્દોના અક્ષરોની રમૂજી પુનઃ ગોઠવણી દર્શાવતા એક ઇમેઇલ પરથી એવો વિચાર સ્ફૂર્યો કે ગુજરાતીમાં પણ આવું કાંઇ થાય કે કેમ. અંગ્રેજીમાં આ બહુ સરળ છે કારણકે સ્વર અને વ્યંજન અલગ અલગ હોય છે અને 26 થી વધારે અક્ષર હોતા નથી. આપણી ભાષામાં બાવન મૂળાક્ષરો,  તે બધાની બારાખડીઓ અને સંયુક્ત અક્ષરો આ બધું ગણીએ તો અક્ષરોના એટલા બધા સંયોજનો થાય છે કે, આવો પ્રયત્ન બહુ મુશ્કેલ બની જાય છે.

     પણ મુશ્કેલ કામ હાથમાં લઇએ તો આપણી શબ્દ- પ્રીત વધે, એ ભાવ સાથે આ રમત રમવાનું આહ્ વાન કે આમંત્રણ આપ્યું હતું . 

#   અહીં વાંચો 

       અમૂક પ્રતિભાવ મળ્યા, અને પછી આ શોધ મેં સતત ચાલુ રાખી . આના પ્રતાપે નીચેના શબ્દો કે શબ્દરચનાઓ હાથવગી થઇ.

      રસિક જનોને ફરીથી આમંત્રણ - આ રમતમાં જોડાવાનું ,  અને આ ખજાનાને સમૃધ્ધ બનાવવાનું . કદાચ આમ કરવામાં હું જ આપ સૌને હાસ્યાસ્પદ કે હાસ્યજનક લાગીશ  !  
      પણ મને તો આ રમત રમવાની ઘણી મઝા આવી.  આપ સૌ પણ આ આનંદ માણો !

Read the rest of this entry »

Posted in પ્રકીર્ણ | 4 Comments »