Your work is a big reward to see others enjoy gujarati away from motherland.
I will read on this site daily.
Putting feelings in the words is an art and Leaving away from Gujarat makes to write in Gujarati becomes hard.
With your Blog I will learn Gujarati again!
Rajendra Trivedi
Dear Suresh,
What a nice way to reconnect.Last we were in 1959.Let us stay in touch and make me learn and write GUJARATI.
I will love to be using your BLOG and Be part of the GUJARATI LOVERS OF THE WORLD.YOU ARE DOING THE GREAT SERVICE TO GUJARTI READERS.
Priy Guj.jan,
I got this from Balvantbhai.Very good activity ! I will try to send about wellknown persons whose birth sent.comes this year.
To day, on the very first day I,with hasitation, wish to draw your attention to an arror: In gujrati there is no word like VANCHAK the reader.It is VACHAK…Vanchvun is o.k…Vanchan is also o.k. But the reader who reads,is VACHAK.No anusvar on VA.In VANCHAN that means TO READ is spells both way : VACHAN and VANCHAN.But for reader it is VACHAK only. Please note. I wrote this becose it is veymutch on main page. My English is very poor you can see but sofar it is with Guj. I can suggest.Sorry for that. J.kishor.
‘શાણી વાણીની વાત’આ સમગ્ર ચર્ચાના subject-heading પર રહી.હવે આજે બીજું સબ્જેક્ટ-હેડીંગ સુઝ્યું છે;આશા છે એ ફક્ત હેડીંગ ન રહેતાં SUBJECT બનીને આપણને છાવરી રહે:
સો વાતની એક જ વાત: “NET-ગુર્જરી” ઉગે પ્રભાત !!
‘યુનીકોડ’નું મારું ભાંગ્યુંતુટ્યું અર્થઘટન આવું છે: “એકત્વના કોડ” !(યુની=એક અને koડએટલે હોંશ!)ચાલે ?
મને ગુજરાતી લખવાની ખાંત, લખતાં કેમ આવડે રે !
હજી લખવાની કરું શરુઆત, આ ફોન્ટડા બહુ કનડે રે !
અને એટલે જ આજે આ આટલી બધી વાતોથી અભીભુત હું આપ સૌ સમક્ષ પ્રસ્તાવ મુકું છુ.સ્વીકારવા-ન સ્વીકારવાઅંગે પણ સૌ મન મુકીને ભાગ લે એવી પુર્વ-વીનંતી સાથે.
આપણા મુખ્ય પ્રશ્નો છે જુદાજુદા ફોન્ટ્સ;જુદાજુદા પ્રદેશો-દેશો; લખવાના પેડની વીવીધતા;જુદીજુદી શૈલીઓ(ટેકનીકલ ગતીવીધીઓ);જુદા જુદા પ્રકારના કોમ્પ્યુટર અને એના જુદા જુદા સોફ્ટવેર્સ;કન્વર્ટ કરવા માટેની બાબતો-સવલતો અને ઇન્ટર્નેટના જુદાં જુદાં માધ્યમો-ચાલકો (ઇન્ટ.એક્સ્પ્લો.વગેરે)
આ બધા માટે જાણકાર ગુજરાતીઓની ખોટ તો નથી જ.
“INTERNET-ગુર્જરી-અભીયાન” (અંગ્રેજી શબ્દ ‘ઇન્ટર્નેટ’માં ‘ઇન્ટર્નેશનલ’પણ સમાઇ જાય છે).આવું એક શીર્ષક પણ રાખીએ.હું સંસ્થા કે ટ્રસ્ટ બનાવવાની વાત કરતો નથી!પણ આ રીતે,લોટમાં મૉણ નાખવાથી પીંડ (કે પીંડો) બંધાય છે.પછી જ રોટલીયું-ભાખરીયું વણાય છે.મૉણ વીનાનો લોટ ઉડ્યા કરે.એને રાંધવાનું શક્ય નથી.આ કે એવા બીજા કોઇ શીર્ષક હેઠળ આપણે ગુર્જરી દેવીની વંદના કરવા આરંભ કરીએ.
આ માટે એક વ્યવસ્થા-જુથ બનાવીએ.(સંચાલક મંડળ એવું નામ પણ એને નહીં આપીએ.)
આપણી પાસે ઓપીનીઅન અને માત્રુભાષા(ઓસ્ટ્રેલીયામાં મ્રુગેશભાઇનું)બે સામયીકો છે.સન્ડે મહેફીલ જેવું ઇ-સામયીક પણ છે.સુરેશભાઇ અને અન્ય ઘણાં મીત્રો બહુઆયામી સામયીકી ચલાવે છે.(વ્યક્તીગત બ્લોગ્સની વાત કરતો નથી);કેટલાક ફક્ત ઇજનેરી કામના જ વીશેષગ્નો છે.પૈસાની બહુ જરુર ન જણાય પણ જરુર પડ્યે એ માટેના ય સધ્ધર મહાનુભાવો ને આસ્થાળુઓ છે જ.તો પછી કાર્ય શા માટે ન થાય?
હું એક નામાવલી રજુ કરું છું;સુધારા વધારાને પુરતો અવકાશ છે.
સામયીકોવાળા મહાનુભાવોનું એક જુથ આ કાર્યની પ્રસીધ્ધીનું અને ગુજરાતીના ઘટતા જતા પ્રભાવ-વપરાશની ચીંતાનું કાર્ય કરે;
તકનીકી નીષ્ણાતો પાના-પક્કડ-હથોડિયું લૈને આપણને આ ફોન્ટ વગેરેની દાદાગીરી માંથી બચાવવાની કુશળતાગીરી કરે;(બોલે તો બચાવ-ગીરી ચ ,ક્યા !)
વ્યક્તીગત બ્લોગવાળાં ભાયું-બેન્યું આ આખી વાતનો ઝંડો લઇને નર્મદે ગાયેલાં ગુર્જરીનાં ગીતો ગાય-ગવડાવે.અને પછી આપણે હંધાય ગાઇએ કે જય જય ગરવી ગુજરાત !
પણ આ બધાને સાથે રાખવા કારવવાનુ કામ બે વ્યક્તી કરે.ઉપર કોઇનાં નામો નથી આપ્યાં પણ અહીં બે નામો એવાં છે જેને આપણે ઓળખીએ જ છીએ.મુ.રતીભાઇ અને બાબુભાઇ.
કેટલાંક નામો વીષયવાર નહીં,એમને એમ મુકું છું–સૌ આગળ આવીને વીચારે:
વિપુલભાઇ,હર્નીશભાઇ,ઉત્તમભાઇ,વીજયભાઇ,સુરેશભાઇ,ધવલભાઇ,વીવેકભાઇ,કીશોરભાઇ,
મ્રુગેશ્ભાઇ,હરીશભાઇ,હીમાંશુભાઇ,અશોકભાઇ,વીશાલભાઇ,બાકી ઘણાં રહી જતાં હશે,સૌ એ નામોને યાદ કરી સમાવેશ કરી શકે.આ તો ફક્ત એક નમુનાની વાત છે;એને સુધારી-વધારી શકાય.મારો કોઇ દાવ કે દાવો નથી !!આટલી ચર્ચાઓ પરથી એક નવા પ્રવેશેલ વ્યક્તી તરીકે રજુઆત કરી છે….જુગલકીશોર.j_jugalkishor@yahoo.co.in
——————————————————————————–
Find out what India is talking about on - Yahoo! Answers India
Send FREE SMS to your friend’s mobile from Yahoo! Messenger Version 8. Get it NOW
પહેલા ધન્યવાદ સુરેશભાઈ જાનીને કે, જેમણે અમેરીકે રહ્યે રહ્યે ભાષાક્ષેત્રની આ વૈજ્ઞાનીક ક્રાતીને આવકારી અને
બીજા તમને કે, શીક્ષક તરીકેનાં વર્ષોના તમારા અનુભવને આધારે સાચું તારણ કાઢી તે બોલવાનું અને તેને
અનુસરવાનું સાહસ કર્યું..બાકી ક્યાં કોઈને પડી છે..!!
આપણે આપણા ચીંતન અને તેને અધારે ઘડાયેલાં મંતવ્યોને અમલમાં મુકવાં..જેને જે કહેવું હોય તે કહે..
લોકો તો, જીવનનાં કોઈ પણ ક્ષેત્રમાં, ટુંકો રસ્તો શોધી આપનારને અભીનંદે અને મોડેવહેલે તેને અપનાવે જ છે..
હા, આપણી જોડે ન સંમત થનારનાં મંતવ્ય માટેય ભરપુર આદર રાખવો..કારણ કે આપણેય ગઈકાલ સુધી એવું
જ મંતવ્ય ધરાવતા હતા..પણ જાગ્યા ત્યારથી લખાણમાં એક જ ‘એક ઈ–ઉ’ને દીલથી અપનાવતા થયા..
અમદાવાદના ભાઈ જુગલકીશોર વ્યાસ આ અંગે જબરી કામગીરી કરી રહ્યા છે..થોડા સમયમાં તે આપણને જોવા મળશે..
તે જો, ખુલ્લું મન રાખી આપણે જોઈશું તો આખી વાત પાકી સમજાશે..
જેને પુરીપાધરી જોડણી આવડતી જ નથી; છતાં તેમને, અડીખમ બનીને આ સરળ સુધારાનો આંખ મીચીને વીરોધ કરતા જોઉં છું
ત્યારે ગ્લાની થાય છે..વ્યથા થાય છે..કેટલીક વાર તો એવું જોયું કે જેમ અજ્ઞાન વધારે તેમ વીરોધ વધારે..!! પણ એ તો
એમ જ ચાલે..!! તેઓ પણ આપણા મીત્રો જ છે..
સુરેશભાઇ,
આપ ગુજરાતી ભાષા જીવંત રહે અને એનો વ્યાપ્ત વધે એ માટેના આપનાં અમેરીકા રહીને પણ અવિરત પ્રયાસો દાદ માગી લે છે.
આ સાથે મારાં સ્વ. પિતાશ્રી રવિ ઉપાધ્યાયની રચનાઓનો બ્લોગ http://ravi-upadhyaya.blogspot.com/ visit કરવાં આમંત્રણ પાઠવું છું. માર્ગદર્શન કરશો.
ડો. જગદીપ ઉપાધ્યાય.
સાર્થ જોડણીકોષ ને તેની ઉપર મહાત્માજીનો આશીર્વાદ જેવો હૂકમ:”હવે પછી સ્વેચ્છાએ જોડણી કરવાનો કોઈને અધિકાર નથી.”
મારાથી જોડણીમાં ભૂલ થઈ શકે છે;પણ સ્વેચ્છાએ ગમે તેમ તો ન જ લખી શકું.
ઉંઝા જોડણીને પહેલાં માન્યતા મળે ને જોડણીકોષમાં સ્વીકૃતી મળે ત્યાં સુધી રાહ જોવી જ જોઈએ.પરાણે ને જબરજસ્તીથી ઠોકી બેસાડાય નહીં.
અહીં બધાં સમજદાર ભેગા થયાં છે એ બહુ સારી વાત છે;હવે આ વાતને અધિકારી વ્યક્તીઓના હવાલે સુપરત કરીને નીવેડો લાવવો જોઈએ.
ત્યાં સુધી પ્રવર્તમાન નિયમોનાં બંધનમાં પ્રવ્રત્તિ થવી જોઈએ.મનમાની કોઈની પણ ચલાવી ન લેવાય.
સુજ્ઞેષુ કિં બહુના?
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ.
dear Sureshbhai,
Unza ane bija no vivad juno che. ani sharuaat ma hu bhag leto pan pachi thau ke aa to nakami mathafodi che etle padtu mukyu.
bhasha nu swaroop badlatu rahe che ne e na roki shakay evi prakriya che.
jemne je kahevu karvu hoy te samanya manas mate to gujarati e je lake vanche ne samje ej che.
Aaje pandit yug ni gujarati chale khari? chale che??
hu gujarati ma arogya nu masik kadhto hato ne jodani ni purati chinta sathe jem chapay tem java deto. ek be pandito sivay koi e kyare jodani ni vaat lakhi nathi.
samjay dil ne sparse te bhasha biju bhadhu nakamu.
ne bhasha na zanoon ma gali pradan karvu e to nakama loko ni mansikta che.. aam pan Magan madhyame gujarat ni ek aakhi pedhi nu satyanaash karyu che..
Tamara prayogo chalu rakho..
Namaste,
Hu ek 11th ni vadodara ni alembic vidyalaya ni vidhyarthini chu.
Tamara vishe vachine ane atli badhi information melvi ne mane khub j aanand thayo che, maru man kharekhar khub j prafullit thai uthyu tamara aa sundar ane saras-majana kavyo vachi ne.
Gujarati sahitya ne zalahaltu rakhnar e kavi ne hun koti koti vandan karu chu.
Bhagvan tamne sada khush rakhe ane vidya tamne valgi rahe tevi mari prarthna che.
Jai Jai Garvi Gujarat.
this is excellent work! my wife always ask me internet is only for english. she used to attend chatura no chotro in bombay when she was young. now i think this is the correct platform for such things.
suggestion: can we have some authentic good compliations of gujarati songs? lyrics by sung by all data?
we miss them. in a systematic way on the web. if somebody helps me with the data, i am ready to publish and design and maintain. suresh (ahmedabad)
I would like you guys to write your experience of Gujarati Blogs. Who are the users? who are the contributers? We would like to publish this article about Gujarati Blogs in Gujarati Writers’ Association’s newsletter ‘Lekhak ane lekhan’.
Gujarati Writers Association (Gujarati Lekhak Mamdal, [GLM]) is a Registered Cooperative Society, Charitable Trust & Union of Writers [Trust/Charity Reg. No.: GUJ/4237/Ahd., F/4098/Ahd. & Trade Union Reg. No.: G-6250 (Govt. Approved)] established in 1993.
GLM is non-profit fully democratic organization run by Gujarati writers. It fights for the cause of writers, creates awareness about copyright/copyright acts and induces fellow writers to practice professionalism and professional ethics.
Today it has more than 500 writers as its permanent members. Its quarterly newsletter “Lekhak ane Lekhan’ has around 200 subscribers other than the members. GLM has organized 10 seminars, 8-10 writing skill development workshops, 17-20 talks and debates, 7 major literary surveys in Gujarat & Mumbai.
GLM also offers its members the script registration services and guides writers fighting for copyrights related issues. It has on its own taken up several issues pertaining to the Gujarati Literature and writers. Such as campaign against censorship & unjust government policies. It has also passed resolutions for freedom of expression on various occasions along its 15 years long journey.
With a book ” Bal Sahitya no navo yug kyare?”, it also enters into book publication.
My poem as post for kavyasoor.please ,welcome and encourage by placing on web site, if it deserve?
Ramesh Patel(aakashdeep)
વધામણી વસંતની
નિહાળી ઉપવને પાનખરમાં વૃક્ષોની દશાપામું વ્યથા
વદે વૃક્ષ દેવતા,તપસ્યાના ફળ મળે ધીરજથી ભલા
સમયના વહેણ તો વહેશે સદા નીજ રંગમાં
નીરખો તમે મલકી રહી કેવી કૂંપળો રાગમાં
મલકતી તામ્રવર્ણી પાંદડીઓ ફરફરી કહી રહી મને
દાતા તો દિધ્યા કરશે , તું ખુદ થા શાબદા
આવતા સપ્તાહે અમે નિમંત્ર્યા છે વનમિત્રોને
છાબડીઓ છલકતા રંગો થકી જોજો વધામણી વસંતની
આવતી કાલે પાઈ(π) ડે છે.માર્ચ ૧૪ -૧.૫ એ
આ નાના અછાંદસથી તેને અંજલી આપશો તેવી વીનંતી.
હબલે વિષ્વને પ્રસરતું જોયું
વોટસન અને ક્રીકે જીવની શરુઆત જોઈ
આઈન્સટાઈને રીલેટીવીટી સમજાવી
અને સર્જનોએ હ્રુદયનું આરોપણ કર્યું
અને બધી થીયરી ભેગી કરી
એક મસ મોટી થીયરી બનાવી
બધા ગણીત શાસ્ત્રીઓને ભેગા કરી
પાઈનો અંતનો આંકડો તો શોધો!
September 11, 2006 at 1:51 pm
Your work is a big reward to see others enjoy gujarati away from motherland.
I will read on this site daily.
Putting feelings in the words is an art and Leaving away from Gujarat makes to write in Gujarati becomes hard.
With your Blog I will learn Gujarati again!
Rajendra Trivedi
September 14, 2006 at 1:26 am
Dear Suresh,
What a nice way to reconnect.Last we were in 1959.Let us stay in touch and make me learn and write GUJARATI.
I will love to be using your BLOG and Be part of the GUJARATI LOVERS OF THE WORLD.YOU ARE DOING THE GREAT SERVICE TO GUJARTI READERS.
Rajendra
October 13, 2006 at 4:49 am
Priy Guj.jan,
I got this from Balvantbhai.Very good activity ! I will try to send about wellknown persons whose birth sent.comes this year.
To day, on the very first day I,with hasitation, wish to draw your attention to an arror: In gujrati there is no word like VANCHAK the reader.It is VACHAK…Vanchvun is o.k…Vanchan is also o.k. But the reader who reads,is VACHAK.No anusvar on VA.In VANCHAN that means TO READ is spells both way : VACHAN and VANCHAN.But for reader it is VACHAK only. Please note. I wrote this becose it is veymutch on main page. My English is very poor you can see but sofar it is with Guj. I can suggest.Sorry for that. J.kishor.
November 26, 2006 at 2:05 am
‘શાણી વાણીની વાત’આ સમગ્ર ચર્ચાના subject-heading પર રહી.હવે આજે બીજું સબ્જેક્ટ-હેડીંગ સુઝ્યું છે;આશા છે એ ફક્ત હેડીંગ ન રહેતાં SUBJECT બનીને આપણને છાવરી રહે:
સો વાતની એક જ વાત: “NET-ગુર્જરી” ઉગે પ્રભાત !!
‘યુનીકોડ’નું મારું ભાંગ્યુંતુટ્યું અર્થઘટન આવું છે: “એકત્વના કોડ” !(યુની=એક અને koડએટલે હોંશ!)ચાલે ?
મને ગુજરાતી લખવાની ખાંત, લખતાં કેમ આવડે રે !
હજી લખવાની કરું શરુઆત, આ ફોન્ટડા બહુ કનડે રે !
અને એટલે જ આજે આ આટલી બધી વાતોથી અભીભુત હું આપ સૌ સમક્ષ પ્રસ્તાવ મુકું છુ.સ્વીકારવા-ન સ્વીકારવાઅંગે પણ સૌ મન મુકીને ભાગ લે એવી પુર્વ-વીનંતી સાથે.
આપણા મુખ્ય પ્રશ્નો છે જુદાજુદા ફોન્ટ્સ;જુદાજુદા પ્રદેશો-દેશો; લખવાના પેડની વીવીધતા;જુદીજુદી શૈલીઓ(ટેકનીકલ ગતીવીધીઓ);જુદા જુદા પ્રકારના કોમ્પ્યુટર અને એના જુદા જુદા સોફ્ટવેર્સ;કન્વર્ટ કરવા માટેની બાબતો-સવલતો અને ઇન્ટર્નેટના જુદાં જુદાં માધ્યમો-ચાલકો (ઇન્ટ.એક્સ્પ્લો.વગેરે)
આ બધા માટે જાણકાર ગુજરાતીઓની ખોટ તો નથી જ.
“INTERNET-ગુર્જરી-અભીયાન” (અંગ્રેજી શબ્દ ‘ઇન્ટર્નેટ’માં ‘ઇન્ટર્નેશનલ’પણ સમાઇ જાય છે).આવું એક શીર્ષક પણ રાખીએ.હું સંસ્થા કે ટ્રસ્ટ બનાવવાની વાત કરતો નથી!પણ આ રીતે,લોટમાં મૉણ નાખવાથી પીંડ (કે પીંડો) બંધાય છે.પછી જ રોટલીયું-ભાખરીયું વણાય છે.મૉણ વીનાનો લોટ ઉડ્યા કરે.એને રાંધવાનું શક્ય નથી.આ કે એવા બીજા કોઇ શીર્ષક હેઠળ આપણે ગુર્જરી દેવીની વંદના કરવા આરંભ કરીએ.
આ માટે એક વ્યવસ્થા-જુથ બનાવીએ.(સંચાલક મંડળ એવું નામ પણ એને નહીં આપીએ.)
આપણી પાસે ઓપીનીઅન અને માત્રુભાષા(ઓસ્ટ્રેલીયામાં મ્રુગેશભાઇનું)બે સામયીકો છે.સન્ડે મહેફીલ જેવું ઇ-સામયીક પણ છે.સુરેશભાઇ અને અન્ય ઘણાં મીત્રો બહુઆયામી સામયીકી ચલાવે છે.(વ્યક્તીગત બ્લોગ્સની વાત કરતો નથી);કેટલાક ફક્ત ઇજનેરી કામના જ વીશેષગ્નો છે.પૈસાની બહુ જરુર ન જણાય પણ જરુર પડ્યે એ માટેના ય સધ્ધર મહાનુભાવો ને આસ્થાળુઓ છે જ.તો પછી કાર્ય શા માટે ન થાય?
હું એક નામાવલી રજુ કરું છું;સુધારા વધારાને પુરતો અવકાશ છે.
સામયીકોવાળા મહાનુભાવોનું એક જુથ આ કાર્યની પ્રસીધ્ધીનું અને ગુજરાતીના ઘટતા જતા પ્રભાવ-વપરાશની ચીંતાનું કાર્ય કરે;
તકનીકી નીષ્ણાતો પાના-પક્કડ-હથોડિયું લૈને આપણને આ ફોન્ટ વગેરેની દાદાગીરી માંથી બચાવવાની કુશળતાગીરી કરે;(બોલે તો બચાવ-ગીરી ચ ,ક્યા !)
વ્યક્તીગત બ્લોગવાળાં ભાયું-બેન્યું આ આખી વાતનો ઝંડો લઇને નર્મદે ગાયેલાં ગુર્જરીનાં ગીતો ગાય-ગવડાવે.અને પછી આપણે હંધાય ગાઇએ કે જય જય ગરવી ગુજરાત !
પણ આ બધાને સાથે રાખવા કારવવાનુ કામ બે વ્યક્તી કરે.ઉપર કોઇનાં નામો નથી આપ્યાં પણ અહીં બે નામો એવાં છે જેને આપણે ઓળખીએ જ છીએ.મુ.રતીભાઇ અને બાબુભાઇ.
કેટલાંક નામો વીષયવાર નહીં,એમને એમ મુકું છું–સૌ આગળ આવીને વીચારે:
વિપુલભાઇ,હર્નીશભાઇ,ઉત્તમભાઇ,વીજયભાઇ,સુરેશભાઇ,ધવલભાઇ,વીવેકભાઇ,કીશોરભાઇ,
મ્રુગેશ્ભાઇ,હરીશભાઇ,હીમાંશુભાઇ,અશોકભાઇ,વીશાલભાઇ,બાકી ઘણાં રહી જતાં હશે,સૌ એ નામોને યાદ કરી સમાવેશ કરી શકે.આ તો ફક્ત એક નમુનાની વાત છે;એને સુધારી-વધારી શકાય.મારો કોઇ દાવ કે દાવો નથી !!આટલી ચર્ચાઓ પરથી એક નવા પ્રવેશેલ વ્યક્તી તરીકે રજુઆત કરી છે….જુગલકીશોર.j_jugalkishor@yahoo.co.in
——————————————————————————–
Find out what India is talking about on - Yahoo! Answers India
Send FREE SMS to your friend’s mobile from Yahoo! Messenger Version 8. Get it NOW
April 1, 2007 at 12:23 pm
kavi jay jani ne ugva doo…pushp ne jate khilva do..dada ane vyaj..banne ne shat shat abhinandan…manishi jani..
May 9, 2007 at 4:17 am
વહાલા સુનીલભાઈ અને સુરેશભાઈ,
પહેલા ધન્યવાદ સુરેશભાઈ જાનીને કે, જેમણે અમેરીકે રહ્યે રહ્યે ભાષાક્ષેત્રની આ વૈજ્ઞાનીક ક્રાતીને આવકારી અને
બીજા તમને કે, શીક્ષક તરીકેનાં વર્ષોના તમારા અનુભવને આધારે સાચું તારણ કાઢી તે બોલવાનું અને તેને
અનુસરવાનું સાહસ કર્યું..બાકી ક્યાં કોઈને પડી છે..!!
આપણે આપણા ચીંતન અને તેને અધારે ઘડાયેલાં મંતવ્યોને અમલમાં મુકવાં..જેને જે કહેવું હોય તે કહે..
લોકો તો, જીવનનાં કોઈ પણ ક્ષેત્રમાં, ટુંકો રસ્તો શોધી આપનારને અભીનંદે અને મોડેવહેલે તેને અપનાવે જ છે..
હા, આપણી જોડે ન સંમત થનારનાં મંતવ્ય માટેય ભરપુર આદર રાખવો..કારણ કે આપણેય ગઈકાલ સુધી એવું
જ મંતવ્ય ધરાવતા હતા..પણ જાગ્યા ત્યારથી લખાણમાં એક જ ‘એક ઈ–ઉ’ને દીલથી અપનાવતા થયા..
અમદાવાદના ભાઈ જુગલકીશોર વ્યાસ આ અંગે જબરી કામગીરી કરી રહ્યા છે..થોડા સમયમાં તે આપણને જોવા મળશે..
તે જો, ખુલ્લું મન રાખી આપણે જોઈશું તો આખી વાત પાકી સમજાશે..
જેને પુરીપાધરી જોડણી આવડતી જ નથી; છતાં તેમને, અડીખમ બનીને આ સરળ સુધારાનો આંખ મીચીને વીરોધ કરતા જોઉં છું
ત્યારે ગ્લાની થાય છે..વ્યથા થાય છે..કેટલીક વાર તો એવું જોયું કે જેમ અજ્ઞાન વધારે તેમ વીરોધ વધારે..!! પણ એ તો
એમ જ ચાલે..!! તેઓ પણ આપણા મીત્રો જ છે..
આજે આટલું જ..ઉત્તમ અને મધુ..સુરત..
May 19, 2007 at 4:33 pm
સુરેશભાઇ,
આપ ગુજરાતી ભાષા જીવંત રહે અને એનો વ્યાપ્ત વધે એ માટેના આપનાં અમેરીકા રહીને પણ અવિરત પ્રયાસો દાદ માગી લે છે.
આ સાથે મારાં સ્વ. પિતાશ્રી રવિ ઉપાધ્યાયની રચનાઓનો બ્લોગ http://ravi-upadhyaya.blogspot.com/ visit કરવાં આમંત્રણ પાઠવું છું. માર્ગદર્શન કરશો.
ડો. જગદીપ ઉપાધ્યાય.
June 26, 2007 at 3:03 am
બહુ કરે છે લોકો વાતો પ્રેમ નિ
પણ કોને ખબર છે કે આ તો છે વાતો વહેમ નિ,
આન્ખ થિ આન્ખ મડિ એટ્લે સમ્જે છે નિશાનિ પ્રેમ નિ
પન એ નિશાનિ મા સર્વશ્વ લુટાવિ ને રહિ ગયા છે કેટ્લાય સહેજ થિ,
જાન લેવા ને દેવા તૈયાર થઇ જાય છે લોકો પ્રેમ મા
પન કોને ખબર છે કે જિન્દગિ નથિ મલ્તિ એમ કોઇ ના રહેમ થિ,
માતા પિતા ને પન વિસરિ ને છોડિ દે છે લોકો પ્રેમ મા
નથિ સમજ્તા કે જનમ દાતા નહિ મલે બિજા ,પ્રેમ તો ઘણા મલિ જસે નસિબ થિ..
————niraj
June 29, 2007 at 12:43 am
આ જીવન લઇને આવ્યો છુ આ જ જીવન લઇને જવાનો
પ્રેમ ના શબ્દો બોલ્યો છુ નફ્ર્ર્ત ને મારી જવાનો,
આઁખો થી હુ જોવુ છુ પણ દીલ થી સાઁભડ્વાનો
ગાઁધી ના આ જગત મા હીઁસા ને મારી જવાનો,
દિલ થી કહી છે આ વાત લોકોને સઁભડાઇ જવાનો
રાવણ ના આ રાજ મા રામ શોધી જવાનો…..
—- ‘JIVAN MARM’ by NIRAJ VYAS.
July 1, 2007 at 10:17 am
સાર્થ જોડણીકોષ ને તેની ઉપર મહાત્માજીનો આશીર્વાદ જેવો હૂકમ:”હવે પછી સ્વેચ્છાએ જોડણી કરવાનો કોઈને અધિકાર નથી.”
મારાથી જોડણીમાં ભૂલ થઈ શકે છે;પણ સ્વેચ્છાએ ગમે તેમ તો ન જ લખી શકું.
ઉંઝા જોડણીને પહેલાં માન્યતા મળે ને જોડણીકોષમાં સ્વીકૃતી મળે ત્યાં સુધી રાહ જોવી જ જોઈએ.પરાણે ને જબરજસ્તીથી ઠોકી બેસાડાય નહીં.
અહીં બધાં સમજદાર ભેગા થયાં છે એ બહુ સારી વાત છે;હવે આ વાતને અધિકારી વ્યક્તીઓના હવાલે સુપરત કરીને નીવેડો લાવવો જોઈએ.
ત્યાં સુધી પ્રવર્તમાન નિયમોનાં બંધનમાં પ્રવ્રત્તિ થવી જોઈએ.મનમાની કોઈની પણ ચલાવી ન લેવાય.
સુજ્ઞેષુ કિં બહુના?
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ.
July 20, 2007 at 2:27 am
dear Sureshbhai,
Unza ane bija no vivad juno che. ani sharuaat ma hu bhag leto pan pachi thau ke aa to nakami mathafodi che etle padtu mukyu.
bhasha nu swaroop badlatu rahe che ne e na roki shakay evi prakriya che.
jemne je kahevu karvu hoy te samanya manas mate to gujarati e je lake vanche ne samje ej che.
Aaje pandit yug ni gujarati chale khari? chale che??
hu gujarati ma arogya nu masik kadhto hato ne jodani ni purati chinta sathe jem chapay tem java deto. ek be pandito sivay koi e kyare jodani ni vaat lakhi nathi.
samjay dil ne sparse te bhasha biju bhadhu nakamu.
ne bhasha na zanoon ma gali pradan karvu e to nakama loko ni mansikta che.. aam pan Magan madhyame gujarat ni ek aakhi pedhi nu satyanaash karyu che..
Tamara prayogo chalu rakho..
December 6, 2007 at 9:02 am
Namaste,
Hu ek 11th ni vadodara ni alembic vidyalaya ni vidhyarthini chu.
Tamara vishe vachine ane atli badhi information melvi ne mane khub j aanand thayo che, maru man kharekhar khub j prafullit thai uthyu tamara aa sundar ane saras-majana kavyo vachi ne.
Gujarati sahitya ne zalahaltu rakhnar e kavi ne hun koti koti vandan karu chu.
Bhagvan tamne sada khush rakhe ane vidya tamne valgi rahe tevi mari prarthna che.
Jai Jai Garvi Gujarat.
January 12, 2008 at 5:53 am
this is excellent work! my wife always ask me internet is only for english. she used to attend chatura no chotro in bombay when she was young. now i think this is the correct platform for such things.
suggestion: can we have some authentic good compliations of gujarati songs? lyrics by sung by all data?
we miss them. in a systematic way on the web. if somebody helps me with the data, i am ready to publish and design and maintain. suresh (ahmedabad)
February 4, 2008 at 12:36 am
I would like you guys to write your experience of Gujarati Blogs. Who are the users? who are the contributers? We would like to publish this article about Gujarati Blogs in Gujarati Writers’ Association’s newsletter ‘Lekhak ane lekhan’.
Gujarati Writers Association (Gujarati Lekhak Mamdal, [GLM]) is a Registered Cooperative Society, Charitable Trust & Union of Writers [Trust/Charity Reg. No.: GUJ/4237/Ahd., F/4098/Ahd. & Trade Union Reg. No.: G-6250 (Govt. Approved)] established in 1993.
GLM is non-profit fully democratic organization run by Gujarati writers. It fights for the cause of writers, creates awareness about copyright/copyright acts and induces fellow writers to practice professionalism and professional ethics.
Today it has more than 500 writers as its permanent members. Its quarterly newsletter “Lekhak ane Lekhan’ has around 200 subscribers other than the members. GLM has organized 10 seminars, 8-10 writing skill development workshops, 17-20 talks and debates, 7 major literary surveys in Gujarat & Mumbai.
GLM also offers its members the script registration services and guides writers fighting for copyrights related issues. It has on its own taken up several issues pertaining to the Gujarati Literature and writers. Such as campaign against censorship & unjust government policies. It has also passed resolutions for freedom of expression on various occasions along its 15 years long journey.
With a book ” Bal Sahitya no navo yug kyare?”, it also enters into book publication.
Thanks
Amit Dave
Secretary Gujarati Writers’ Association
March 9, 2008 at 6:34 pm
shri shureshbhai,
My poem as post for kavyasoor.please ,welcome and encourage by placing on web site, if it deserve?
Ramesh Patel(aakashdeep)
વધામણી વસંતની
નિહાળી ઉપવને પાનખરમાં વૃક્ષોની દશાપામું વ્યથા
વદે વૃક્ષ દેવતા,તપસ્યાના ફળ મળે ધીરજથી ભલા
સમયના વહેણ તો વહેશે સદા નીજ રંગમાં
નીરખો તમે મલકી રહી કેવી કૂંપળો રાગમાં
મલકતી તામ્રવર્ણી પાંદડીઓ ફરફરી કહી રહી મને
દાતા તો દિધ્યા કરશે , તું ખુદ થા શાબદા
આવતા સપ્તાહે અમે નિમંત્ર્યા છે વનમિત્રોને
છાબડીઓ છલકતા રંગો થકી જોજો વધામણી વસંતની
ખીલી સૃષ્ટી સુમન થકી દેતી સંદેશ મ્હેંકાવતી
દેખ કૌવત કેવી પલટાવી પાનખરને અમે વસંતમાં
ભાગ્યશાળી છો તરુઓ તમે પૃથ્વીરજ સમ મિત્રથી
સીંચે અમી તુજને રળવા સરપાવ સદા વસંતના
‘આકાશદીપ’વદે વાહ કુદરત્!તારા કરીશ્મા છે અકળ
સખા દેજે સર્વને , આ ગુણીઅલ ધૂળ સમા.
રમેશ પટેલ(આકાશદીપ)
March 10, 2008 at 11:21 am
I am delighted to read this beautiful song.
Sweta Patel
March 13, 2008 at 1:26 pm
આવતી કાલે પાઈ(π) ડે છે.માર્ચ ૧૪ -૧.૫ એ
આ નાના અછાંદસથી તેને અંજલી આપશો તેવી વીનંતી.
હબલે વિષ્વને પ્રસરતું જોયું
વોટસન અને ક્રીકે જીવની શરુઆત જોઈ
આઈન્સટાઈને રીલેટીવીટી સમજાવી
અને સર્જનોએ હ્રુદયનું આરોપણ કર્યું
અને બધી થીયરી ભેગી કરી
એક મસ મોટી થીયરી બનાવી
બધા ગણીત શાસ્ત્રીઓને ભેગા કરી
પાઈનો અંતનો આંકડો તો શોધો!
March 22, 2008 at 1:11 pm
Shri Sureshbhai,
My poem for kaavyasur,pl.wellcome.
Ramesh Patel(Aakashdeep)
પૂનમ વૈશાખની
ગુફા મધ્યે નીરખી રહ્યો, સૌમ્ય મૂર્તિ બુધ્ધની
આડે પડખે જમણે અંગે, પરમ શાન્તી પમાડતી
પંદરસો વર્ષ પૂર્વે, હશે કેવી આ ધન્ય ઘડી
વધાવે જન્મ વૈશાખી પૂનમ,મહામયી તું ભાવધરી
ચાંદની ખુદ શાતા ઝીલે,પ્રકૃતિ દિસે સુખ દાયિની
પૂર્ણ રુપે વૈશાખી ખીલી, પૂર્ણ સંગ બ્રહ્માંડે રમી
ત્યાગી ગૃહ તપી ભમી ,પુનીત પીપળે આંખો ઢળી
શીતલ વાયુ સુગંધ ઢોળે,પ્રસન્ન ફરી પુનમ વૈશાખની
અનંત સુખ રમે મુખે, અનંતો દર્શનના સત્યો લાધી
અનેરી તૃપ્તી,વન કન્યા સુજાતા,ધરે ખીર ભાવે હસી
સંઘ વિહારથી ઉઠી લહર , બુધ્ધત્વના પંથે દોરે જગત
અહીંસા પ્રેમથી રંગો જીવન,શિલ્પી કોતરે અમૃત વચન
કુશીનારાનો ચંદ લુહાર,, ધરે અંતીમ ભીક્ષા ભગવંતને
ધન્ય વૈશાખી પૂનમ,એંશી વર્ષ,દેવે દીધા સુખ જગતને
સુણો અંતીમ બોધ,”આત્મ દીપ થાવ”બોલી મીંચ્યા નયન
વરતે જગે આણ ચક્રવર્તી, આકાશદીપ ભાવે વંદે ચરણ
ગાઉ મહીમા કોનો વધારે, વંદનીય વૈશાખી પૂનમ
ના વીસરશું તારા ભાવ દર્શન શિલ્પી,કંડાર્યા પ્રભુના શયન
રમેશ પટેલ(આકાશદીપ)
March 26, 2008 at 5:12 pm
Shri Sureshabhaai
My poem for kavyasoor,,can it enjoy your site?
Ramesh Patel
પ્રેમ રસ
પરમ પ્રેમ પ્રગટ્યો પાતાળથી
પ્રભુ દરબારે પુષ્પે પમરાવી સુગંધ
ચાંદનીએ વરસાવ્યા વહાલ ગગનથી
ને શાન્ત સાગરે ઘૂઘવ્યા ઉમંગ
ગાયે કોમળ કૂંપળો રે ગીત
જુઓ મારા પગલે પધારે વસંત
શર્મીલા કોડે રુમઝૂમે કળી
સંકોરવા રંગ ભર્યા ઉરે સંદેશ
પંખીઓની વ્યોમે હાલી વણઝાર
ભરતી કુદરતના ખોળે સંગીત
ઉતર્યા સુંદર સરોવરને તીર
સારસ સારસી શીખવે અનોખી રે પ્રીત
કોયલનો ગૂંજે ટહૂંકો વનરાવને
ફગણના ફાગે ડોલ્યા રે મન
પ્રેમ રસે ઝબોળ્યા ઝૂરતા અંતર
ને પ્રેમપાશે હીંચોળે મદમાતો પવન
રમેશ પટેલ (આકાશદીપ)
March 31, 2008 at 11:14 am
Shri Sureshbhai
A poem for kavyasoor.Thank you for your encouragement.
હેલે ચઢી તમારી યાદ
સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને ,
હેલે ચઢી તમારી યાદ
ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,
મનમાં ટહૂંક્યા તમારા સાદ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ
કલબલ કલબલ શોરમાં ઝૂલ્યા અમે
લઈ દિલડામાં વાસંતી ફાગ
રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,
ઉરે છેડ્યા બંસરીના વ્હાલ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ
ચાંદલીયાના પલવડે શરમાયા તારલીયા
ને તનમનમાં તરવરીયા તોફાન
સજી શણગાર હું ઝાંખું ઝરુખાએ
ટમટમે દિવડાઓ ચારે રે દ્વાર
કે સાજન મારા ,આજ હેલે ચઢી તમારી યાદ
રંગીલી રંગોળીથી શોભે આંગણિયાં ને,
મલકે મુખલડે મધુરી આશ
ગાશું રે ગીત હીંચીહીંચી ને
આભલે ઉડાડશું આજે ઉજાશ
કે સાજન મારા,આજ હેલે ચઢી તમારી યાદ
રમેશ પટેલ(આકાશદીપ)
April 1, 2008 at 12:58 pm
shri Sureshbhai,
A poem expressing love…
ચંદન સ્નેહ
નથી મીનારા નથી ઝરુખા નથી મેડી મેહલાત
નાના ખોરડે શોભે આંગણીયે આંગળીયારી ભાત
પંખીના કલરવ કામણગારા,નાચે છાપરીએ મોર
લીલા પોપટડા પારેવા સંગ ઝીલે કોયલ કલશોર
રાત ઢળે ને ઢળે ઢોલીયા,હરખે આભલે રમતા તારા
પડવો પાંચમ ગણતા ગણતા,થાયે પુનમના અજવાળા
વહેલી પરોઢે સૂરના તાલે, પ્રભાતિયાં મીંઠાં ગૂંજે
કુદરતના ખોળે રમતાં ભમતાં સ્નેહ બંધને ઝૂલે
ભોળા દિલના ભોળા માનવી ભોળી ભોળી રીતો
નદીના તટે મેળામાં મ્હાલે જીવનભરની પ્રીતો
હરતાં ફરતાં વાટે વિચરતાં,નયનોમાં વરસે મેહ
છાનાં છપનાં મલકી મલકી, અંતરમાં ઝીલે સ્નેહ
ઉષાના રંગે સલૂણી સંધ્યાએ, કોઈ શમણામાં રમતું
પ્રીતના પાનેતર ઓઢી હોંશે કંકુ પગલે પધારતું
છલકાવી સાચો સ્નેહ સાગરસો,કુંદન જેમ રે તપીયાં
લોહીની સગાઈથી સવાયાં થઈ આયખે રે ઘોળાયાં
એકબીજા સંગ પ્રેમ પરમશ્વરે, દિધા મન મોટપ સથવારા
દિધા દાતાએ રોટલા ઓટલા, ને સાચા સુખના ઝબકારા
જીવન પતંગ ઝૂલાવ્યો લોટાવ્યો અનંત અધ્ધર આભે
આયખે ઘસી ચંદન સ્નેહને જઈ ચમકાવ્યો ચાંદે
રમેશ પટેલ(આકાશદીપ)
April 8, 2008 at 1:36 am
I could not find any link on the blog to post a new poem in a new category. Please, let me know how new poets can send their poems here.
April 12, 2008 at 3:29 am
એક ચાંગળુ આપણો સમય
ને જીદંગી બેહીસાબ તરસ
યાદોં સ્મૃતિ અતીત સાવ નકામું
ફાટેલી આંખોમાં ખ્વાબ તરસ
તને મોકલી અનરાધાર હેલી
ને આવે તારો જવાબ તરસ
જીવાતા શ્વાસો નો આ દબદબો
ને આપણો અસબાબ તરસ
April 20, 2008 at 3:49 pm
સંકટ મોચન
અંજની જાયો કેસરી નંદન ,ભગવદ ભક્ત મહાન
બાળા નામ છે સુંદર, સમરીએ કર જોડી હનુમાન
જન્મ સાથે પરાક્રમ પ્રગટે, બળ બુધ્ધિ અમાપ
ચૈત્ર પૂનમે અવતરીયા, પવન પુત્ર પ્રખ્યાત
સરપાવ દીધા દેવ ગણોએ,કરવા જગ હીતકારી કામ
ગતિ સામર્થ્ય ગરુડરાજનું, અંજની સુત મહાન
ઋષ્યક પર્વતે શુભ મિલને, પુલકિત કેસરી નંદ
પૃથ્વી પટે ભાર ઉતરશે, પ્રભુ સંગ શોભે બજરંગ
વાત સુણી સીતાજી હરણની,સંચર્યા દક્ષિણ દેશ
સીતામાતાની ભાળ કાજે ધરીયું રુપ વિશેષ
વીર મારુતીની ભક્તિ શક્તિ,કંપ્યો મહેન્દ્ર ગિરિવર
વાયુવેગે આકાશે વિચરે,રામ મુદ્રા સંગ કપિવીર
છાયા પકડી લક્ષ્ય શોધતી સિંહકાને સંહારી
કર્યો પરાભવ લંકાદેવીનો,હુંકાર ભરિયો લંકા નગરી
શુરવીરોને દીધો પરિચય, હણ્યા ધુમ્રાક્ષ નિકુંભ
અક્ષયરાજને પળમાં રોળ્યો, સેના શોધે શરણ
ઈન્દ્ર જિતના બ્રહ્મપાશે બંધાયા, મુક્ત થઈને કીધો પ્રતિશોધ
રાવણરાજની સભા મધ્યે, રામ દુતે દીધો મહા ભોધ
પૂંછ પર લપેટી અગન જ્વાળ, કીધું લંકાનગરી દહન
સીતામાતને રામ મુદ્રા આપી પૂછ્યા ક્ષેમ કુશળ
પ્રભુ રામે સમરીયા સદાશીવ, રામેશ્વરે દીધા આશિષ
રાજ તિલકે શોભે વિભીષણ,અટલ વિશ્વાસુ છે રઘુવીર
સુગ્રીવ સેના જાણે સાગર, ભક્તિભાવે ભીંજાયે ધીર
રામ કાજ કરવા અંગદ સંગ, હનુમંત દીસે વીરોના વીર
નલ નીલ બજરંગી સેના, બાંધે સેતુ સાગરે રમતાં
પથ્થર પાણી પર તરતા, નીંદર છોડી લંકેશ ભમતા
કુંભકર્ણ માયાવી ઇન્દ્રજીત, યુધ્ધે દીશે અતી દુષ્કર
અતિ સંહારી પ્રલય શક્તિથી,વેરે વિનાશ અવની અંબર
મેઘનાદ રચે માયાવી જાળ, ઘવાયા રણમધ્યે લક્ષ્મણ ભ્રાત
મૂર્છિત લક્ષ્મન શોકાતુર રામ,વિશાદનાં વાદળ ઘેરાયાં આજ
ઔષધી સહ ઊંચક્યો પર્વત,મૃત સંજીવનિ લાવ્યા હનુમંત
સંકટ ઘેરા પળમાં ટાળ્યા, યુધ્ધે ટંકાર કરે લક્ષ્મણ
રામ પ્રભુનો ધનુષ્ય ટંકાર, કંપે દિશાઓ અપરંપાર
સેવક ધર્મ બજાવે હનુમંત, જામ્યો સંગ્રામ કંપે સંસાર
યુધ્ધ કૌશલ્ય રામનું અમાપ,હણ્યો દશાનન કુંભકર્ણ સાથ
હનુમંત સુગ્રીવ વિજય વધાવે, ધર્મ પથ પર વરસે પુષ્પ
રામ મુખે વહી પ્રશસ્તી, પરમવીર છે પવન પુત્ર
વીર મારુતી થકી મળીયા, ભાઈ ભાર્યાને મિત્ર
રામ કથા સંસારે ગવાશે ,અમરપટ ભોગવશે હનુમંત વીર
શ્રીફળ સિંદૂર આકડાના ફૂલે, રીઝશે મહા મારુતી ધીર
સીતામાતાએ દીધું સૌભાગ્ય સીંદૂર, આપત્તી ના આવે તમ પાસ
અયોધ્યા મધ્યે હનુમાન ગઢીમાં, આજ પણ પ્રગટે તમારો વાસ
સ્નેહે સમરીએ સંકટ મોચન, પ્રત્યક્ષ પરચો પામે ગુણીજન
પંચાયતમાં સ્થાન તમારું, ભગવંત સંગ શોભે હનુમંત
રમેશ પટેલ(આકાશદીપ)
April 26, 2008 at 1:31 pm
Shri Sureshbhai,
Dedicated, on the day of Gujarat ,First MAy(for kavyasoor)
યશવંતી ગુજરાત
ગુણીયલ ગુર્જર ગીરા અમારી, ગૌરવવંતા ગાન
સ્નેહ સમર્પણ શૌર્ય શાન્તીના દીધા અમને પાઠ
રાજવી સાક્ષર સંત મહાજન , ધરે રસવંતા થાળ
જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ
જનમ્યા ગુર્જર દેશ ,સંસ્કૃતિના ખીલ્યા છે ગુલદસ્ત
તવ રંગે સોડ્મે ખીલ્યાં, મઘમઘતાં માનવ પુષ્પ
વિશ્વ પથ દર્શક ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન
ધન્ય ધન્ય ગુર્જરી માત ,તવ ચરણે મલ્યો અવતાર
રમ્ય ડુંગરા સરિતા મલકે, ધરતી ઘણી રસાળ
ગરબે ઝગમગે જીવન દીપને, જગત જનની નો સાથ
ધરતી મારી કુબેર ભંડારી,ભરશું પ્રગતિ સોપાન
જય જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ
રત્નાકર ગરજે ગુર્જર દ્વારે, કરે શૌર્ય લલકાર
મૈયા નર્મદા પુનિત દર્શિની, ભરે અન્ન ભંડાર
માત મહિસાગર મહિમાવંતી, તાપી તેજ પ્રતાપ
જય જય રસવંતી ગુજરાત,ધન્ય ધન્ય ગુર્જરી માત
પાવન તીર્થ ,તીર્થંકરની કરુણા,અર્પે ગ્યાન અમાપ
અનુપમ તારી શાખ ઝગમગે,જાણે તારલિયાની ભાત
સહજાનંદ યોગેશ્વર વસે અંતરે,સુખદાતા મીરાં દાતાર
વહાલો વલ્લભ સરદાર ,ગજવે ગગને જય સોમનાથ
ધન્ય ધન્ય ગુર્જરી માત , શોભે યશચંદ્ર તવ ભાલ
ભારતવર્ષે પરમ પ્રકાશે, જાણે હસ્તી પર અંબાડી
સપ્ત સમંદર સવારી અમારી, દરિયા દિલ વિશ્વાસી
ધન્ય ધીંગી ધરા સલૂણી, પુણ્ય પ્રતાપી રંગ
‘આકાશદીપ’ વંદે ગિરા ગુર્જરી છાયો પ્રેમ અનંત
તારે ચરણે નમીએ માત,આશિષ માગે તારાં બાળ
ધન્ય ધન્ય ગુર્જરી માત, શોભે યશચંદ્ર તવ ભાલ(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
April 30, 2008 at 7:57 am
પ્રિય
માન્યું કે હું
તડકા માં શેકાઇ રહ્યો છું
પણ
તું
તો જે દીવાલના
છાંયે ઉભી છે
એતો ક્યારનીય
તુટુ તુટુ થાય છે
May 6, 2008 at 12:40 pm
Shri Sureshbhai
vatanani yad ..tamarathaki for..kavyasoor
ચરોતરી ફોરમ
ચરણ ચારુ રત્નોના પડે ,ને મહાસાગર માર્ગો ચીંધે
પુનમની ચાંદની બની ખીલે આભે , તેને કોણ સીમાડે રોકી શકે?
ઝગમગ સેવા કાર્યોથી મ્હેંકે સવાયા જેના અંતરા
છે રુડી ચરોતરની ધરા જાણે સોના ઉર્વરા
શોભતા સાબર શેઢી મોહરના વનરાજી ને કોતરો
મહીસાગર વાત્રકના પુનીત જલથી છલકે તેના ખેતરો
સ્વપ્ન દૃષ્ટા સાહસીઓ જગવે નશીબ જગના પુરૂષાર્થે
સ્વેત ક્રાન્તિની મિશાલે ભારતે દૂધની ગંગા વહે
ફૂલની ફોરમ બની, ગાજ્યો વલ્લભ ગાંધી સંગ
ભાઈ ભીખાનું વિધ્યાનગર ગર્વથી સજાવે નવયુગી રંગ
સપ્ત ખંડે શોભે થઈ ગરીમા , સાહસી ચરોતરી રતન
શાણા ઉદાર સત્સંગી , દાનવીરોના પૂણ્યે તપે વતન
રમેશ પટેલ(આકાશદીપ)
May 11, 2008 at 11:49 am
Shri Sureshabhaai,
aavo halaka thaiae..for kaavyasoor
વદે રાઈનો દાણો
ના જાણજો મુજને નાનો, વદે રાઈનો દાણો
ધ્રુજે બ્રહ્માંડ ઉર્જા વિસ્ફોટે, એ પરમાણું નાનો
નાના બુંદને કહી બાપડું, રખે તમે રે હસતા
મહાસાગર થઈ બાપ સવાયા સિંહ સમા ગરજતા
તમે માનો એટલા સૌને નાના ના સમજતા
વિશાળ વ્યોમને ભેગા મળીને ભરતા નાના તારા
નાનાં નાનાં પગલાં ને વળી પંખ પંખીની નાની
સાત સાગરને લાંબી ડગરો લાગે તેને ટૂંકી
નાજુક નમણાં નાના અંકુરો રઝળે ઠોકર ખાતા
જળથળના સથવારે અજબ ગજબના ખેલ કરે રુપાળા
નથી જગે કોઈ નાનું ભાઈલા, સત્ય લેજો સ્વીકારી
સૂક્ષ્મમાં સંચીત વિરાટ શક્તિ એ પરમેસ્વરને પ્યારી
હળવા હલકા થાવ અંતરથી, ભલે કહે સૌ નાના
મોટા એવા કરશે પ્રભુજી,સમાશે સર્વ અજવાળા
રમેશ પટેલ(આકાશદીપ)
May 12, 2008 at 11:35 am
બીચારું ભૂલકું
દફ્તર પાટીને દિધી છૂટ્ટી,હલકા ફૂલકા થઈ રમશું માડી
ધીંગા મસ્તી નદીની રેતી, ઝૂલવું હવે પીપળની ડાળી
રજાની મજા લીમડાની છાયા, ગીલ્લી દંડા સંગ રમશું લખોટી
બાળપણ વ્હાલું રમતું ન્યારું, હરખે કરશું વેકેશન ઉજાણી
ઓટલે બેસી વડીલ વીચારે,ભૂલકાંની બેહાલી
શાળાની છૂટ્ટી ,વીકાસ વ્યાધીએ હાય કેવી લૂંટી
વિજ્ઞાન યુગમાં માનવ તને દીઠો યંત્ર જ થાતાં
વેકેશન વર્ગના ભરમાળે બીચારા બાળારાજા ફસાણા
હરીફાઈ ક્રીએટીવના ખ્યાલોમાં બાળપણ નંદવાયું
પ્રકૃતી ખોળે રમતા ઝૂમતા હરખવાનું ભૂલાયું
ભોળા શીશુ ભોળી નાદાની, ગમે ધીંગા મસ્તી
નવા જમાને છીનવી લીધી, બાળપણની મહામૂડી
રમેશ પટેલ(આકાશદીપ)